ક્લાસીસ શરુ કરવા અને આર્થિક પેકેજ જાહેર કરવાની એકેડેમિક એસોસીએશનની માંગ મોરબી : હાલમાં મોરબી એકેડેમિક એસોસીએશન દ્વારા મોરબીના ક્લાસીસ સંચાલક શિક્ષકોની માંગણીને લઈને આવેદનપત્ર પાઠવ્યા બાદ એસોસીએશનના હોદેદારો દ્વારા પૂર્વ ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાને રુબરુ મળી સંચાલકો, શિક્ષકો અને વિદ્યાર્થીઓના હિતને ધ્યાને લઈ શિક્ષણકાર્ય શરૂ કરવા તેમજ આર્થિક પેકેજ જાહેર કરવા રજુઆત કરેલી હતી. આ અનુસંધાને એસોસિએશનના હોદેદારોની માંગણીને ધ્યાનમાં લઈને બ્રિજેશભાઈ દ્વારા મુખ્યમંત્રીને ભલામણ પત્ર મોકલી યોગ્ય કરવા આગ્રહ અને રજુઆત કરેલ છે. આ લેખિત રજુઆતમાં પૂર્વ ધારાસભ્યએ જણાવ્યું છે કે હાલ કોરોનાને લીધે કોચિંગ ક્લાસ પૂર્ણપણે ખોલવાની મંજુરી આપવામાં જિલ્લા વહીવટી તંત્રને કોરોના માર્ગદર્શિકા મુજબ મુશ્કેલી પડતી હોય તો તેના વિકલ્પરૂપે સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને મર્યાદિત સંખ્યામાં નાના ગ્રુપમાં કોચિંગ કલાસીસ ચાલુ કરવાની પરવાનગી આપવામાં આવે તો આ વ્યવાસય સાથે સંકળાયેલા પરિવારની આર્થિક મુશ્કેલી હલ થઈ શકે. વળી, છેલ્લા ઘણા વખતથી આવા કોચિંગ કલાસીસ બંધ હોવાને કારણે આ વ્યવસાય સાથે સંકળાયેલ તજજ્ઞો અને પૂરક સ્ટાફને આર્થિક વળતર મળી રહે તે માટે યોગ્ય પેકેજ પણ આપવાની આ એસોસિએશનની લાગણી જોતા, શૈક્ષણિક વ્યવસાયકારોના મહામૂલા પ્રદાનને લક્ષમાં લઈ ભાવિ પેઢીને શિક્ષણનું ભાથુ આપનારની આ માંગણી બાબતમાં હકારાત્મક અભિગમ કેળવવા ભારપૂર્વક ભલામણ છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate