મોરબી : મોરબી તાલુકાના રંગપર ગામમાં ખેત તલાવડીમા ડુબી જતા એક બાળકનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. ગત તા. 28ના રોજ રંગપર ગામમાં સ્વીડ સિરામીક પાછળ આવેલ ખેત તલાવડીમા ડુબી જતા શીવમ ઓમપ્રકાશ ભારતી (ઉ.વ. 7)નું મૃત્યુ થયું છે. તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોરબીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate