વાંકાનેર : વાંકાનેર તાલુકાના તીથવા ગામે ઉમા-ભંગેશ્વર મંદિરે દર્શનનો લાભ લેવા ટ્રસ્ટીઓ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. ભંગેશ્વર મહાદેવ તથા ભીમેશ્વર મહાદેવના દર્શન કરી અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ શ્રી રામ દરબારના દર્શન કરી દયાળદાસ ત્યાગી બાપુના દર્શન કરી નિલમ ટેકરી પર બીરાજતા મા જગત જનની કડવા પાટીદારની કુળદેવી મા ઉમિયાજીના દર્શન કરી કુદરતી સૌંદર્યનો લાભ લઈ કૃતાર્થ થવા ભક્તોને નિમંત્રણ છે. અહીં કોઈપણ જાતનો ફાળો કરવામાં આવતો નથી. અને કોવિડ-19થી બચવા નિયમોનું પાલન કરવું ફરજીયાત છે. તેમ પ્રમુખ હંસરાજભાઈ ભવાનભાઈ હાલપરા તથા હરીદાસબાપુએ યાદીમાં જણાવ્યું છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate