૬૬ કેવી રંગપર-૨, ૬૬ કેવી લખધીરપુર, ૬૬ કેવી ત્રાજપર અને ૬૬ કેવી નીચી માંડલ સબ સ્ટેશન હેઠળના વીજ ગ્રાહકોને બુધવારે સવારે 8 થી સાંજના 4 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે મોરબી : મોરબીના સીરામીક ઝોન સહિતના અમુક સબ સ્ટેશનમાં સબ સ્ટેશન તથા લાઇનનુ અગત્યનુ સમારકામ કરવાનુ હોવાથી આગામી 30 સપ્ટેમબર, બુધવારે વીજ પુરવઠો મળી શકશે નહીં. કામ વહેલુ પુરુ થયે કોઇપણ પ્રકારની જાણ કર્યા સિવાય વીજ પુરવઠો પુન: સ્થાપિત કરવામાં આવશે. જેની નોંધ લેવા ગ્રાહકોને અપીલ કરવામાં આવી છે. વિજ પુરવઠો બંધ રહેવાની નોટીસ મુજબ ૬૬ કેવી રંગપર-૨, ૬૬ કેવી લખધીરપુર, ૬૬ કેવી ત્રાજપર અને ૬૬ કેવી નીચી માંડલ સબ સ્ટેશનમાંથી તા. 30 સપ્ટેમ્બર, બુધવારના રોજ સવારે 8 થી સાંજે 4 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે, તેમ કાર્યપાલક ઇજનેર (પ્રવહન) વિભાગીય કચેરી - મોરબી એ યાદીમાં જણાવ્યું છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate