મોરબી : શહિદ-એ-આઝમ તરીકે જાણીતા અને યુવાઓના પ્રેરણાસ્ત્રોત એવા પ્રખર દેશ ભક્ત શહિદ ભગત સિંહની જન્મજયંતી નિમિત્તે હિન્દુ યુવા સંગઠન - મોરબી દ્વારા ગાંધી ચોક ખાતે આવેલ શહિદ ભગતસિંહની પ્રતિમાને દુગ્ધાભિષેક અને ફૂલ હાર કરી ભારત માતાના વીર પુત્ર ભગતસિંહની વંદના કરવામાં આવી હતી. હિન્દુ યુવા સંગઠન - મોરબીના આ દેશ ભક્તિના કાર્યક્રમમાં હિન્દુ યુવા સંગઠનના યુવાઓ અને અન્ય નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. અને 'ભારત માતાની જય'ના નારા સાથે ઉપસ્થિત લોકો ભગતસિંહના રંગે રંગાયા હતા. હિન્દુ યુવા સંગઠન - મોરબી દ્વારા ભગતસિંહની જન્મ જયંતી નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કરી દેશ પ્રેમની એક અનોખી મિસાલ રજુ કરવામાં આવી હતી. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate