મોરબી : આજે શહીદ ભગતસિંહનો જન્મદિવસ છે. ત્યારે ભગતસિંહના જન્મદિવસ નિમિત્તે મોરબીમાં ક્રાંતિકારી સેના દ્વારા ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ છે. આજ રોજ વીર ભગતસિંહના જન્મદિવસ નિમિત્તે ક્રાંતિકારી સેના દ્વારા મોરબીના હોસ્પિટલ ચોકમાં આવેલી ભગતસિંહ પ્રતિમાની સાફ-સફાઈ કરવામાં આવી હતી. તેમજ ભગતસિંહની પ્રતિમાને દુગ્ધાભિષેક કરવામાં આવ્યો હતો. અને ફૂલહાર-તોરા કરવામાં આવ્યા હતા. આમ, ક્રાંતિકારી સેના દ્વારા ભગતસિંહની પ્રતિમાને ફૂલો અર્પણ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate