મોરબી : ગત તારીખ 23 સપ્ટેમ્બરે શહેરની મહેન્દ્રનગર ચોકડી નજીકથી એક અજાણ્યા પુરુષને 108ની ટીમે સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જ્યાં 5 દિવસની સારવાર બાદ આજે તેનું મોત થતા મૃતકના વાલી-વારસની શોધખોળ આદરી ડેડબોડીને હાલ સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવી છે. ગત તારીખ 23ના રોજ મોરબીની મહેન્દ્રનગર ચોકડી ખાતે એક પુરુષને સારવાર અર્થે 108ની ટીમે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જ્યાં 5 દિવસની સારવાર બાદ અજાણ્યા પુરુષનું બીમારી સબબ મોત થયું હતું. મૃતકે રાખોડી રંગનું નાઈટ ડ્રેસનું પેન્ટ પહેરેલ છે. છાતીને ભાગે જમણી બાજુ તલનું નિશાન છે. આ સિવાય મૃતકની ઓળખ મળે એવી કોઈ નિશાની ન હોવાથી પોલીસે મૃતકની બોડીને હાલ સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં મુકાવી છે. ઉક્ત શખ્સ સંદર્ભે કોઈને કશી માહિતી કે અન્ય જાણકારી હોય તો, એ.એસ.આઈ. અશોકભાઈ સારદીયા મો.નં. 7405491972 અથવા મોરબી બી.ડીવી. પોલીસ સ્ટે.ના લેન્ડલાઈન નંબર 02822 242651પર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate