ત્રણ દિવસ સુધી વિજયરથ સમગ્ર જિલ્લામાં ફરીને લોકકલા દ્વારા લોકોને કોરોનાથી બચવાના ઉપાયોની સચોટ જાણકારી અપાશે મોરબી : રાજ્ય સરકાર દ્વારા લોકોને કોરોનાથી સચેત કરવાની.જાગૃતિ માટે ફાળવેલા કોવિડ 19 વિજયરથનુ ગઈકાલે મોરબીમાં આગમન થઈ ગયું હતું.ત્યારે મોરબીમાં આજે આ વિજયરથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.ત્રણ દિવસ સુધી વિજયરથ સમગ્ર જિલ્લામાં ફરીને લોકકલા દ્વારા લોકોને કોરોનાથી બચવાના ઉપાયોની સચોટ જાણકારી આપશે. કોરોનાની જનજાગૃતિ માટે રાજ્ય સરકાર દ્વારા આખા રાજ્ય માટે પાંચથી છ જેટલા કોવિડ 19 વિજયરથ ફાળવવામાં આવ્યા છે અને ચાર-પાંચ જિલ્લા વચ્ચે એક રથ ફાળવવામાં આવ્યો છે.ત્યારે આ એક કોવિડ 19 વિજયરથ ગઈકાલે મોરબી જિલ્લામાં આવી પહોંચ્યો હતો.આ વિજયરથ આજથી ત્રણ દિવસ સુધી સમગ્ર મોરબી જિલ્લામાં ફરીને ભવાઈ, નાટયકલા દ્વારા લોકોને સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક ફરજિયાત પહેરવું ,એકબીજા સાથે સીધા સંપર્કમાં ન આવવું સહિતની સૂચનાઓ અને કોરોનાથી બચવાના ઉપાયોની જાણકારી આપશે અને સ્વાસ્થ્ય વર્ધક ગોળીનું વિતરણ કરવામાં આવશે.આજે આ વિજયરથ રથનું પ્રસ્થાન જિલ્લા આરોગ્ય અધિકારી જે.એમ.કતીરાના હસ્તે કરવામાં આવ્યું હતું. આજે આ વિજયરથ મોરબીના જુદાજુદા વિસ્તારોમા ફરી રહ્યો છે અને ત્રણ દિવસ સુધી આ રથ સમગ્ર જિલ્લામાં ફરશે.