ગામના આગેવાનોએ ઘરે- ઘરે જઈને લોકોને માર્ગદર્શન પૂરું પાડ્યું મોરબી : ક્રિષ્નાનગર ગામમાં કોરોના અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા ઘરે ઘરે કોરોના સવૅલન્સ કરવામાં આવ્યું હતું. જેમાં શંકાસ્પદ દર્દીને કોવીડ ટેસ્ટ માટે રીફર કરવામાં આવ્યા હતા. સાથે સોશીયલ ડીસટન્સનું પાલન કરવું, ગરમ પાણીના કોગળા કરવા, લીંબુ પાણી પીવું, વારંવાર હાથ ધોવા, માસ્ક ફરજીયાત પહેરવુ, બિનજરૂરી ઘરની બહાર ના નીકળવું, વધુ તકલીફ જણાય તો તાત્કાલિક હોસ્પિટલ મા રીફર થઈ જવું. ઘરના વૃદ્ધ ,નાના બાળકોની વધુ તકેદારી રાખવી આ પ્રકારની માહિતી આપવામાં આવી હતી. આરોગ્ય વિભાગની સાથે રહી ગામના આગેવાન મનીષભાઈ , શીરીષભાઈ તથા નયનભાઈ દ્વારા ગામમાં માસ્કનું વિતરણ કરાયું હતું. અને એમના દ્વારા બધા જ ઘરે સમજવામાં આવ્યું કે સ્વયં પોતાની ફરજ સમજી તકેદારી રાખે અને આરોગ્ય વિભાગ દ્વારા આપેલ સૂચનોનું પાલન કરે. આ વેળાએ મનીષભાઈ કાંજીયા, શીરીષભાઈ કાવર, નયનભાઈ કાવર તથા તેમની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.