મોરબી : મોરબીના ઘુંટુ ગામે કોરોના જેવા ભયંકર રોગના પગલે સતત ૫ દિવસ સુધી આરોગ્ય વર્ધક ઉકળા વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામના સામાજીક આગેવાન પરષોત્તમભાઈ અવચરભાઈ કૈલા અને મણીલાલ કરસનભાઈ પરેચાના આયોજન હેઠળ છોટે સરદાર પાર્કના યુવાનો સાથે મળીને આ કાર્યને સફળતા અપાવી હતી. સતત ૫ દિવસ સુધી અંદાજે ૨૫૦૦ લોકોએ ઉકાળાનો લાભ લીધો હતો. સહ મિત્રો મહેશ પરેચાં, કુલદિપ કૈલા, ભાવેશ પરેચા, ભરત પરેચા, સાવન પરેચા, દેવ સધરાકિયા, ચેતન કૈલા સહિતના યુવાનોની ૫ દિવસની મહેનતથી ઉકાળા વિતરણ કાર્યમાં સહયોગ આપ્યો હતો.