મોરબી : ઓલ ટાઈમ મની, અર્થાત ATM મશીન હાલના સમયમાં સામાન્યથી લઈને વેપારીઓ, નોકરિયાતો, ધંધાર્થીઓ માટે રોજિંદા જીવનનો એક હિસ્સો બની ગયુ છે. લોકો નાની-મોટી જરૂરિયાત માટે 24×7 ગમે ત્યારે એનો ઉપયોગ કરી શકે છે. જો કે એટીએમ મશીન બાબતે ઘણી વખત સગવડના બદલે અગવડ સર્જાતી હોવાના બનાવો સામે આવતા હોય છે. રંગપર બેલા ગામ ખાતે પણ હાલમાં જ એટીએમને લઈને લોકો પરેશાન થઈ રહ્યા છે. બેલા રંગપર ખાતે એક્સિસ બેંકનું એક માત્ર એટીએમ આવેલું છે. જે પાછલા 10 દિવસથી કોઈ કારણોસર બંધ છે. રંગપરથી મોરબી વચ્ચે આવેલું આ એકમાત્ર એટીએમ મશીન બંધ હોવાથી આસપાસના સ્થાનિકોને આકસ્મિક સંજોગોમાં પૈસા ઉપાડવા માટે ભારે અગવડતા વેઠવી પડી રહી છે. બેંક મેનેજર સમક્ષ આ બાબતે રજૂઆત કરવા છતાં 10 દિવસોથી બંધ એટીએમ મશીન ચાલુ કરાવવા માટે કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. સ્થાનિકોની વ્યથા સાથે માંગ છે કે ઉક્ત એટીએમ જલ્દીથી કાર્યરત કરવામાં આવે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate