ગુજરાત માલધારી સેનાએ મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને રજુઆત કરી મોરબી : મોરબી જિલ્લા સહિત રાજ્યભરમાં ખેડૂતો માટે સરકારે અતિવૃષ્ટિની કરોડોની સહાય આપવાની જાહેરાત કરી છે ત્યારે ગુજરાત માલધારી સેનાએ કલેક્ટર, મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને રજુઆત કરીને ખેડૂતોની સાથે માલધારીઓને પણ અતિવૃષ્ટિની સહાય આપવાની માંગ કરી છે. મોરબી સ્થિત ગુજરાત માલધારી સેનાના પ્રમુખ ધર્મેશભાઈ રબારીએ કલેક્ટર મારફત મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને રજુઆત કરી હતી કે, રાજ્ય સરકારે અતિવૃષ્ટિગ્રસ્ત ખેડૂતો માટે રૂ.3700 કરોડનું આર્થિક પેકેજ જાહેર કર્યું છે. પણ રાજ્યના ગામડે ગામડે પશુપાલનનો વ્યવસાય કરીને જીવન નિર્વાહ કરતા સામાન્ય માલધારીઓ માટે કોઈ પેકેજની જાહેરાત કરવામાં આવી નથી. ભારે વરસાદમાં પશુપાલકોના અનેક પશુઓ તણાયને મોતને ભેટ્યા છે અને અનેક પશુઓમાં રોગચાળો ફાટી નીકળ્યો હતો. આથી પશુપાલકોની રોજીરોટીને પણ ખૂબ જ અસર પહોંચી છે. અતિવૃષ્ટિમાં ભારે ખાના ખરાબી થવાથી માલધારીઓને ઘરનું ગુજરાન ચલાવવામાં ફાંફા પડે એમ છે. તેમ છતાં સરકારે માલધારી સમાજને સહાયના નામે એક ફદીયું પણ આપ્યું નથી. તેથી, સમગ્ર માલધારી સમાજને અન્યાય થયો છે. આથી સરકાર તાત્કાલિક માલધારી સમાજ માટે યોગ્ય આર્થિક પેકેજ જાહેર કરે તેવી માંગ કરી છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate