મોરબી : લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા આગામી પ્રોજેક્ટ કોરોના સેફટી પ્રોડક્ટ રાહત ભાવે વિતરણ કરવા નક્કી કરેલ છે. જે નીચે મુજબ છે > સિંગલ નાસ મશીન....... 50/= ક્વોલિટી પ્રોડક્ટ > 3in1 નાસ મશીન ....... 80/= ક્વોલિટી પ્રોડક્ટ > 3લેર માસ્ક 50નંગ બોક્સ 50/= > 3લેર કલર માસ્ક 50નંગ બોક્સ 100/= > ડાયાબિટીસ ગ્લૂકો મીટર 25 સ્ટ્રીપ સાથે....... 450/= > ઓક્સી પલ્સ મીટર..... 750/= > B P મીટર ...... 1350/= > IR ટેમ્પરેચર ગન .......1250/= આ ઉપરાંત, સૅનેટાઇઝર બોટલ, 5લી કેન, સ્પ્રે, કપૂર દાની, કપૂર, ઉકાળા (કાઢા), દરેક પ્રકારના માસ્ક, N95 માસ્ક, હેન્ડ ગ્લોસ સહિતની કોરોના સેફટીની દરેક આઈટમના રાહત ભાવે વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટના મુખ્ય દાતા મનીષભાઈ આદ્રોજા (ઓમેન સીરામીક) છે. આ વિતરણ આગામી તા. 04/10/2020ને રવિવાર સવારે 10 વાગ્યાથી લાયન્સ હેલ્થ કેર (રવાપર રોડ, એપલ સ્ટોર સામે, મોરબી) ખાતે કરવામાં આવશે. જે માટે ક્લબના પ્રમુખ કુતુબ ગોરય્યા, મંત્રી પ્રતીક કોટેચા, પ્રોજેક્ટ ચેરમેન જયદીપ બારા, મનીષ મહેતા, તુષાર દફતરી દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટમાં જાહેરાત, બેનર કે કેરીબેગ આપવા ઇચ્છુક લોકોએ કલબનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate