મોરબી : મોરબીના રફાળેશ્વર ગામ પાસે નેશનલ હાઇવેના સર્વિસ રોડ ઉપર બાઈક સ્લીપ થઈ જતા યુવાનનું મોત નીપજ્યું હતું. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગત અનુસાર મોરબીના મકનસર પાછળના પરા વિસ્તાર રહેતા વિજયભાઇ પસોતમભાઇ ધોળકીયા (ઉ.વ.૨૭) નામનો યુવાન ગત તા. ૧૭ના રોજ રાત્રીના આઠેક વાગ્યાના અરસમાં રફાળેશ્વર ગામ પાસે નેશનલ હાઇવેના સર્વિસ રોડ ઉપર પોતાનું મોટર સાયકલ નં. જીજે-૩૬-એ-૦૫૦૫ ચલાવીને પસાર થઈ રહ્યો હતો. તે દરમ્યાન બોસ સીરામીક સામે સર્વિસ રોડ પર કોઇ કારણોસર એકાએક બાઈક સ્લીપ થઇ જતા પડી જતા માથામાં ગંભીર ઇજા થતા તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. તાલુકા પોલીસે આ બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate