રહીશોએ કલેક્ટરને રજુઆત કરી દર્દીઓ માટે પ્રાથમિક સુવિધાની વ્યવસ્થા કરવાની માંગ કરી મોરબી : મોરબીના શનાળા બાયપાસ પાસે આવેલ ગોકુલ નગર શેરી નંબર 19માં અર્બન હેલ્થ સેંટર આવેલું છે. જેમાં છેલ્લા 2 મહિનાથી કોરોના વાયરસના ટેસ્ટ અર્બન હેલ્થ સેન્ટર ખાતે ની:શુલ્ક કરવામાં આવી રહ્યા છે. કોરોના ટેસ્ટ કરાવવા આવતા દર્દી માટે કોઈપણ જાતની બેસવા કે છાંયે ઉભું રહેવા માટેની યોગ્ય વ્યવસ્થા નથી. તેથી, ટેસ્ટ કરાવવા આવતા દર્દીઓને આજુબાજુના ઘર પાસેના ઓટાનો સહારો લેવો પડે છે. જેથી, હેલ્થ સેન્ટરની આજુબાજુ રેહતા લોકોમાં વાયરસ ફેલાવાનું જોખમ ઉભું થયું છે. ગોકુલનગરના રહીશોએ કલેક્ટરને રજુઆત કરતા જણાવ્યું હતું કે છેલ્લા 2 માસથી હેલ્થ સેન્ટર ખાતે ટેસ્ટ કરવામા આવી રહ્યા છે. પરંતુ આજદિન સુધીમાં એકવાર પણ આજુબાજુના વિસ્તારમાં સેનિટાયઝ કરવામાં આવ્યું નથી. ગોકુલ નગરના હેલ્થ સેન્ટર ખાતેના ઈન્ચાર્જ ડૉક્ટરને પણ રૂબરૂ તેમજ ફોન પર જાણ કરવામાં આવી છે. પરંતુ તકેદારીના કોઈ પણ પ્રકારના પગલાં લેવામાંમાં આવ્યા નથી. આથી, હેલ્થ સેન્ટરની આજુબાજુમાં રહેતા નાગરીકોમાં ચેપી કોરોના વાયરસના ટેસ્ટ કરાવવા આવતા દર્દીથી કોરોનાનું સંક્રમણ ખુબજ ઝડપથી થવાની ભીતિ છે. વધુમાં જણાવ્યું હતું કે આજુબાજુ રહેતા નાગરિકો અને નાના બાળકો તેમજ મોટી ઉંમરના વડીલોના સ્વાસ્થય ઉપર ચેપી કોરોના વાયરસનું જોખમ વર્તાય રહ્યું છે. માટે જિલ્લા આરોગ્ય વિભાગ આ હેલ્થ સેન્ટર ખાતે ટેસ્ટ કરાવવા આવતા દર્દી માટે યોગ્ય જગ્યા પર બેસવાની કે છાંયે એક સ્થળ પર ઉભું રહેવાની વ્યવસ્થા કરે તેવી માંગ કરી છે. દર્દી આજુબાજુના સ્થળ પર આટા ન મારે તેમજ યોગ્ય સૂચના માટેના બોર્ડ અથવા એક ગાર્ડની વ્યવસ્થા કરે. જેથી, યોગ્ય વ્યવસ્થા જળવાય રહે અને કોરોના વાયરસનો ફેલાવો અટકાવી શકાય તેમ છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate