મોરબી : આ વર્ષે માર્ચના અંતમાં દેશભરમાં લોકડાઉન લાગુ પાડવામાં આવ્યું. ત્યારથી અનેક વેપાર-ધંધાને આર્થિક ફટકો પડ્યો છે. ખાસ કરીને કલાકારોની આર્થિક હાલત કફોળી બની છે. કારણ કે અનલૉક દરમિયાન અનેક ઉદ્યોગોને ફરી ચાલુ કરવાની છૂટ આપવામાં આવી છે. પરંતુ ગીત-સંગીત-નૃત્ય-લોકનાટકો જેવા કાર્યક્રમોને છૂટ આપવામાં આવી નથી. કારણ કે પ્રેક્ષકો ભેગા થવાથી કોરોનાનાં સંક્રમણનો ખતરો વધી જાય છે. આવી પરિસ્થિતિમાં ગુંગણ ગામે રામામંડળના કલાકારોએ વૃક્ષારોપણ કર્યું છે. આથી, કહી શકાય કે કલાકારોનું કામ બંધ થયું છે, પણ પ્રકૃત્તિ પ્રેમ હજુ પણ અકબંધ છે. ગઇકાલે તા. 25ના રોજ મોરબી જિલ્લાના ગુંગણ ગામમાં રામદેવ પીરના મંદિર ખાતે રામામંડળના કલાકારોએ વૃક્ષારોપણ કર્યું હતું. આ તકે મંદિરના પટાંગણમાં 50 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. વૃક્ષારોપણ દરમિયાન રામામંડળના પ્રમુખ જીવણભાઈ રબારી ઉપસ્થિત રહ્યા હતા. તેમજ રામા મંડળના સભ્યો સાગરભાઇ, શેખરભાઈ, પ્રવીણભાઈ, જીગ્નેશભાઈ, જગાભાઈ, દિગ્વિજયસિંહ, રવિરાજસિંહ, કિશનભાઈ, રમેશભાઈ, મુકેશભાઈ, જીવણભાઈ, રાજેશભાઈ, સાવનભાઈ, મેહુલભાઈ, કિરણભાઈ, ભાવેશભાઈ, અજયભાઈ, મયાભાઈ તથા ખોડાભાઈએ જહેમત ઉઠાવી હતી. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate