કુલ 5 આરોપીઓ સામે ગુનો નોંધાયો માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના વેજલપર, વવાણીયા તથા મોટા દહીંસરા ગામેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. આ ત્રણેય કેસમાં કુલ 5 શખ્સો સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. વેજલપર ગામમાં જી.ઈ.બી. સ્ટેશન પાસેથી પરબતભાઈ ભુપતભાઈ ગડેશીયા તથા પ્રદીપભાઈ મનહરભાઈ દેગામાને વ્હીસ્કીની બોટલ નંગ 7 (કી.રૂ. 2100)ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત, વવાણીયા-બગસરા ચાર રસ્તાથી વવાણીયા ગામ તરફ આવવાના રસ્તે વોકળા પાસે વાડામા કરણ આયદાનભાઇ ખાદાએ કાનજી શામળા બોરીચા પાસેથી વેચાણ કરવાના ઇરાદે ભારતીય બનાવટનો વિદેશી દારૂ વ્હીસ્કીની બોટલ નંગ 119 (કી.રૂ. 35,700)ના મુદામાલ લીધો હતો. પોલીસે બંને આરોપીઓ સામે કાર્યવાહી કરેલ છે. તેમજ મોટા દહીંસરા ગામે દરબાર વાસમાં વ્હીસ્કીની બોટલ નંગ 24 (કી.રૂ. 7200)ના મુદામાલ સાથે દિવ્યરાજસિંહ જયુભા જાડેજાને ઝડપી પાડવામાં આવ્યા છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate