મોરબી : મોરબીમાં એક યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત ખાઈ લીધો છે. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. ગઈકાલે તા. 24ના રોજ મોરબીની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં એપાર્ટમેન્ટમાં પારસભાઇ રમેશભાઇ દાદલ (ઉ.વ. 28, રહે. મૌમેયા મોરા, તા. રાપર, જી. કચ્છ)એ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ લીધો હતો. આથી, તેનું મોત નીપજ્યું છે. આ બનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate