મોરબી : બીમાર કે અકસ્માતગ્રસ્ત લોકોની જીંદગી બચાવવામાં તો 108નો મહત્વની ભૂમિકાથી સૌ કોઈ વાકેફ છે પણ 181 અભયમની સેવાથી ખાસ કરીને મહિલાઓ અને બાળકોને મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવાની બહુ ઓછી નોંધ લેવાતી હોય છે. ત્યારે મોરબીમાં આત્મહત્યાનો વિચાર કરી ઘેરથી નીકળી જનાર એક પરિણીતાની જીંદગી 181 અભયમ ટીમે બચાવી હતી. આજે શુક્રવારે સવારે 181 અભયમ ટીમને એક ફોન કોલ દ્વારા જાણકારી મળી હતી કે, મોરબીના દરબારગઢ પાસે આવેલા શીતળામાતાના મંદિર પાસે એક પરણિતા આત્મહત્યાનો પ્રયાસ કરવા જઈ રહી છે. કોલ મળતા જ 181 અભયમ ટીમના અલ્કાબેન પરમાર અને નિલોફરબેન સત્વરે ઉક્ત સ્થળે પહોંચી ગયા હતા. જ્યાં પીડિતા મહિલાની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, તેણીના પતિને અન્ય મહિલા સાથેના સંબંધથી અવસાદ પામી તેઓ આત્મહત્યા કરવા જઈ રહ્યા છે. આથી 181 અભયમની મહિલા કાઉન્સ્લિર દ્વારા તેઓને આશ્વત કરી સમજાવવામાં આવ્યા હતા. પીડિત મહિલાના પુત્રનો મિત્ર ત્યાંથી નીકળતા તેમની પાસેથી મહિલાના ઘરનું સરનામું મેળવી તેમને સહીસલામત ઘેર પહોંચાડ્યા હતા અને પરિજનોને પણ સમજાવી મહિલાનું ધ્યાન રાખવા પ્રતિબદ્ધ કરાવ્યા હતા. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate