મોરબી : મોરબી તાલુકાના પીપળી ગામમાં ત્રણ સીરામીક ગોડાઉનમાં ચડી-બનિયાનધારી ગેંગ ત્રાટકી હતી. આ બનાવ અંગે કારખાનામાલિકોએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ પીપળી ગામ નજીક ત્રણ સીરામીક ગોડાઉનમાં રાતના 1-30 વાગ્યા આસપાસ 3 સીરામીક કારખાનાના ગોડાઉનમાં 6 જેટલા ચડી-બનિયાનધારી શખ્સોએ ચોરી કરી હતી. તસ્કરો ત્રણ સીરામીક ગોડાઉનમાં મળી માલ અને રોકડ સહીત આશરે રૂ. 30 થી 35 હજારની ચોરી થઇ હોવાનું જાણવા મળ્યું છે. આ ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઈ છે. હાલમાં પોલીસ દ્વારા ઘટનાસ્થળે તપાસ કરવામાં આવી રહી છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate