વાંકાનેર : વાંકાનેર તાલુકાના કાશીયાગાળા ગામમાં વિદેશી દારૂની 15 બોટલો સાથે એક બાઈકસવાર પકડાયો છે. તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. કાશીયાગાળા ગામમાં બસ સ્ટેન્ડ પાસેથી રાજદીપસિંહ જોરૂભાઇ વાળા (ઉ.વ. 22, રહે. હાલ.મોરબી, હાઉસીંગ નિલકંઠ સોસાયટી, મુળ ગામ આલીધર બોડીધર, તા. કોડીનાર, જી. ગીરસોમનાથ)ને પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની બોટલ નંગ 15 (કી.રૂ. 4,500) સાથે પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે બાઈક અને વિદેશી દારૂના જથ્થા સાથે કુલ રૂ. 49,500ના મુદામાલ જપ્ત કર્યો છે. તેમજ ધોરણસરની કાર્યવાહી કરેલ છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate