તાકીદે કામ ચાલુ કરાવવા પૂર્વ ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાની જહેમત ફળી મોરબી : મોરબી-માળીયા (મીં)ના પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ મોરબી તાલુકાનાં મોરબી-સોખડા રોડ, મોરબી-રંગપર રોડ, મોરબી અમરનગર રોડ, મોરબી-ગંગણ રોડ તથા મોરબી-બેલા શનાળા (ત.) રોડ કે જે વર્ષો પહેલા ડામર સપાટીથી થયેલ હતો. પરંતુ ડામર સપાટી બિસ્માર હાલતમાં છે. ખાસ મરામત યોજના હેઠળ આ રસ્તા માટે તત્કાલિન ધારાસભ્ય તરીકે બ્રિજેશ મેરજાએ આ રસ્તાના કામ માટે રૂ. 80 લાખના જોબ નંબર મેળવેલા હતા. તે અન્વયે આ ફાળવેલ જોબ નંબરની ટેન્ડર પ્રક્રિયા માટે માર્ગ મકાન વિભાગના સબંધિત અધિકારીઓએ સાથે સતત ફોલોઅપ લઈ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરાવી કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર અપાવેલ છે. આ પાંચેય રસ્તાની કામગીરી તાકીદે શરૂ કરાશે. આમ, મોરબી તાલુકાનાં પાંચ એપ્રોચ રોડને પ્રાધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ જોબ નંબર મેળવવા, ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરાવી અને વર્ક ઓર્ડર અપાવવા સુધીની સતત ફોલોઅપ લઈ બ્રિજેશ મેરજા દ્વારા કરેલ રજુઆતની જહેમત ફળી હતી, તેમ જણાવવામાં આવ્યું છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate