મોરબી : મોરબીમાં મા અમૃતમ યોજનાના સુપરવાઇઝર તરીકે કામ કરતા અભિષેકભાઈ વાઘેલાને કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તથા ઓપરેટર બિપીનભાઈને પણ બીમારીના લક્ષણો જણાતા તેમજ સ્ટાફના લોકો કાગળની આપ-લે તથા ફિંગરપ્રીન્ટ સ્કેનિંગ દ્વારા અભિષેકભાઈના સતત સંપર્કમા રહેલા હોવાથી લોકોને બિનજરુરી કે પુછપરછ માટે તાલુકા પંચાયતમા મુલાકાત ન લેવા પ્રોજેકટ મેનેજર વિશાલ પટેલ દ્વારા અનુરોધ કરવામા આવેલ છે. કચેરીમાં માત્ર ઇમર્જન્સી સારવારની જરુરીયાત માટે કામગીરી ચાલુ રહેશે. ઉલ્લેખનીય છે કે અભિષેકભાઈએ લોકડાઉનમા પણ યોજનાના સેન્ટર પર હાજર રહી હોસ્પીટલની જરુરીયાતવાળા અરજદારોને તત્કાલ કાર્ડ આપવાની કામગીરી નિષ્ઠાપુર્વક કરી હતી. તેઓ જલ્દીથી સાજા થઇ જાય તેવી તેમના મિત્રો તથા સ્ટાફ દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate