એક શખ્સ સામે માર માર્યાની માળીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ માળીયા : માળીયા વિરવિદરકા ગામે ગામના વિકાસ કામમાં કનડગત નહિ કરવા બાબતે યુવાનને એક શખ્સને ઠપકો આપ્યો હતો. આથી, ઉશ્કેરાયેલા શખ્સે યુવાનને માર મારી તેની પાછળ છરી લઈને મારવા દોડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે યુવાને ફરિયાદ નોંધાવતા માળીયા પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની માળીયા મીંયાણા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર માળીયા મી.ના વિરવિદરકા ગામે રહેતા દિલીપદાન કિશોરદાન ઇસરાણી (ઉ.વ.૪૦) એ આરોપી જાકમામદ ઉર્ફે જાકો ઉર્ફે જાકીર હબીબભાઇ જેડા (રહે-નવાગામ વાંઢ વિસ્તાર, તા-માળીયા મી) સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા-૨૦ ના રોજ સાંજના છએક વાગ્યાના સુમારે ફરીયાદી તથા ફરીયાદીના ભાઇ જયેશભાઇએ આરોપીને ગામના વિકાસના કામમાં કનડગત નહીં કરવા અગાઉ સમજાવેલ હોય. જે બાબતનો ખાર રાખી ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો બોલી ઢીકા પાટુનો માર મારી છરી લઇ મારવા દોડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. માળીયા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate