ગ્રામ પંચાયતે ગામમાં દુકાનદારોને સવારે સાંજે માત્ર 3 કલાક દુકાન ખુલી રાખવા આદેશ કર્યો મોરબી : મોરબી જિલ્લામાં કોરોના મહામારીએ ભરડો લીધો છે. શહેરની સાથે સાથે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ બીમારીનું સંક્રમણ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યું છે. જેથી, ગાળા ગામમાં સ્વૈચ્છિક આંશિક લોકડાઉન પાડવાની જાહેરાત કરી છે. ગ્રામ પંચાયત ધ્વારા લેખીત આદેશ કરી વેપારીઓને તેમની દુકાન સવારે 6થી 8 અને સાંજે 5થી 8 દરમિયાન દુકાન ખોલવા તેમજ નાગરિકોને માસ્ક ફરજિયાત પહેરવા દુકાનની આસપાસ કે જાહેર સ્થળે બિનજરૂરી એકઠા ન થવા સૂચના આપવામાં આવી છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate