મોરબી : ઈન્ડીયન મેડિકલ એસોસીએશનના નવા પ્રમુખ તરીકે ડો. વિજય ગઢીયાની વરણી

- text


મોરબી : મોરબી ખાતે ઈન્ડીયન મેડિકલ એસોસીએશનનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો. જેમાં નવી ટીમમાં ડો. વિજય ગઢીયાની પ્રમુખ તરીકે ડો. દિપક અધારાની મંત્રી તરીકે વરણી કરવામાં આવી હતી. તે ઉપરાંત, નવા વર્ષમાં બીજા પદાધિકારીઓમાં ડો. ભાવીન ગામી ખજાનચી, ડો. દિપક બાવરવા ઉપપ્રમુખ, ડો. જયદિપ કાચરોલા સહમંત્રી તરીકે નિમણુંક કરવામાં આવી હતી.

નવી ટીમમાં બોર્ડ મેમ્બર તરિકે ડો. જયેશ સનારિયા, ડો. અશ્વીન બુધ્ધદેવ, ડો. દેવીનાબેન અખાણી, ડો. હસમુખ સવસાણી, ડો. અલ્પેશ ફેફર, ડો. ચિરાગ અધારા, ડો. જયેશ પનારાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ પદગ્રહણ ઇન્સ્ટોલેશન ચેરમેન ડો. ધર્મેશ મણિયાર, ડો. દિલિપ તન્ના તથા ડો. જયદિપ ગોસાઈ દ્વારા કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે આઈ.એમ.એ હોલ કમિટીના પ્રમુખ ડો. રમેશ બોડા હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ગયા વર્ષ થયેલ કાર્યક્રમની રૂપરેખા રજુ કરવામાં આવી. અને નવા પ્રમુખ તથા મંત્રી દ્વારા આવનારા વર્ષની યોજનાનો ચિતાર રજુ કરવામાં આવેલ હતો.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text