એક શખ્સે હુમલો કર્યાની માળીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ માળીયા : માળીયામાં જમીનના જુના ડખ્ખાનો ખાર રાખી એક શખ્સે આધેડ ઉપર હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ સંદર્ભે આધેડે આરોપી વિરુદ્ધ માળીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આથી, માળીયા પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની માળીયા મીંયાણા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર માળીયા મીયાણાના કોબાવાંઢમાં રહેતા અને ખેત મજુરી કરતા હબીબભાઇ આમદભાઇ જામ (ઉ.વ.-૫૨) નામના આધેડે આરોપી અબ્દુલભાઇ ઉર્ફે અબલો ગફુરભાઇ જામ સામે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે તા.૧૯ ના રોજ બપોરના સાડા ત્રણ વાગ્યે ફરીયાદી તથા સાહેદ સકીનાબેન બંને પોતાના ઘર પાસે ખાટલે બેઠેલ હોય તે દરમ્યાન આ આરોપી પોતાના જુના ઘરે આટો મારવા આવ્યો હતો. ત્યારે ફરીયાદી તથા આરોપીને જમીન બાબતે જુની તકરાર ચાલતી હોય. જે બાબતનો ખાર રાખી આરોપીએ ફરીયાદી તથા સાહેદને ગાળો બોલતા ફરીયાદીએ ગાળો બોલવાની ના પાડતા આરોપી એકદમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને જમણા હાથના કાંડા ઉપર તથા સાહેદ વચ્ચે પડતા તેમને જમણા હાથના પોંચા ઉપર છરી નો એક-એક છરકો મારી ઇજા કરી હતી. માળીયા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate