મોરબીમાં બાઈક પર ઈંગ્લિશ દારૂની હેરાફેરી કરવા નીકળેલો શખ્સ ઝડપાયો

- text


મોરબી : મોરબી એ ડિવિજન પોલીસે ગઈકાલે બાઈક પર ઈંગ્લિશ દારૂની હેરાફેરી કરવા નીકળેલા શખ્સને ઝડપી લીધો હતો.

આ બનાવની મોરબી સીટી એ ડિવિજન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર એ ડિવિજન પોલીસે ગઈકાલે તા.૧૯ ના રોજ ખાટકીચોકથી આગળ બારસાખ શેરી પાસેથી બાઈક લઈને નીકળેલા અમીનભાઇ રાજુભાઇ રાઠોડ (ઉ.વ.૨૧) ને અટકાવીને તલાશી લેતા તેની પાસેથી વિદેશી દારૂ મેકડોવેલ્સ નં.૧ સુપેરીયર વ્હીસ્કીની કાચની કંપની સીલબંધ બોટલ નંગ ૨૦ બિયરના ટીન. નંગ-૪ મળી આવ્યા હતા. આથી, બાઈક, દારૂ સહીત કુલ રૂ.૩૬,૪૦૦ ના મુદામાલ સાથે આરોપીને ઝડપી લીધો હતો. પોલીસની પૂછપરછમાં આરોપીએ અલ્તાફ ઉર્ફે જગીરો કાસમભાઇ ખુરેશીના કહેવાથી દારૂ વેચાણ કરવાના ઇરાદે નીકળ્યો હોવાની કબૂલાત આપતા પોલીસ આ શખ્સને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text