મોરબી : મોરબીના શનાળા રોડ પર આવેલા ડો. બી. કે. લહેરુંના દવાખાને મગનભાઈ ભટ્ટાસણાને રૂ. 10 હજાર રોકડ રકમ અને અગત્યના કાગળ ભરેલું પાકીટ મળ્યું હતું. ત્યારે મગનભાઈએ પાકીટના મૂળ માલિક પરશુરામ ધામના પ્રમુખ ભુપતભાઇ પંડ્યાને આ પાકીટ પરત આપ્યું હતું. આમ, મગનભાઈએ પાકીટ મૂળ માલિકને પરત કરી પ્રામાણિકતા દાખવી પ્રામાણિકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate