માળીયા (મી.) : મોરબી જિલ્લાના માળીયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામમાં તા. 19 સપ્ટે.થી 25 સપ્ટે. સુધી ખાખરેચી ગ્રામ પંચાયત દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે. જેને અનુલક્ષીને ગ્રામ્ય આગેવાનોએ નક્કી કરેલા નિયમોનું ગ્રામજનોએ પાલન કરવાનું રહેશે. 1. ખાખરેચી ગામના વિવિધ દુકાનધારકો માટે દુકાનનો સમય સવારે 8 થી બપોરના 1 વાગ્યા સુધીનો રહેશે. 2. દુકાન બહાર માત્ર 3 વ્યક્તિઓને બેસવાનું રહેશે છે. જે માટે અમુક મીટરના અંતરે વર્તુળ બનાવવાના રહેશે. 3. દુકાનના ઓટા પર બિનજરૂરી માણસો બેસે નહીં, તેની જવાબદારી જે તે દુકાનદારોની છે. તેમજ અને માસ્ક પહેરવું ફરજીયાત રહેશે. જેની ખાસ નોંધ લેવી. 4. દુકાનદારોને સેનેટાઈઝર રાખવું ફરજિયાત છે. દુકાનદારો અને ગ્રાહકોએ હાથ સેનેટાઇઝ કરવા જરૂરી છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate