મોરબી : ચોરીની ખોટી શંકા કરીને યુવાન ઉપર લોખંડના પાઇપ વડે હુમલો

- text


યુવાનની ફરિયાદ પરથી પોલીસે એક શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

મોરબી : મોરબીના વીસીપરામાં આવેલ રોહિદાસપરા ચોકમાં ચોરીની ખોટી શંકા કરીને એક શખ્સે યુવાન પર લોખંડના પાઇપ વતી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે યુવાનની ફરિયાદ પરથી પોલીસે એક શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની મોરબી સીટી બી ડીવીજન પોલિસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના રેલ્વે સ્ટેશન પાછળ ખાડા વિસ્તારમાં રહેતા અને કલરકામનો ધંધો કરતા કાસમભાઇ સીદીકભાઇ સુમરા (ઉવ.૩૨) એ આરોપી મુકેશભાઇ હિરાભાઇ ચાવડા સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૧૬ના રોજ આરોપીએ ફરીયાદીને કહેલ કે તે મારા બસો રૂપિયા લઇ લીધેલ છે. તેવી શંકા રાખી ગાળો આપી ફરીયાદીએ ગાળો આપવાની ના પાડતા લોખંડના પાઇપ વતી શરીરે તેમજ માથાના ભાગે મારામારી કરી મુંઢ તેમજ લોહિયાળ ઇજાઓ કરી ફરીયાદીને માથાના ભાગે છ ટાંકા આવેલ તેવી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બી ડિવિજન પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..

મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text