મોરબી : વિશ્વની તમામ મોટી મોટી આરોગ્ય સંસ્થાઓ કોવિડ-૧૯ સામે રક્ષણ માટે વેક્સીન શોધવામાં વ્યસ્ત છે. હાલ તુરંત કોરોના માટે કોઈ ખાસ અકસીર દવા ઉપલબદ્ધ નથી. ત્યારે જે કોરોના દર્દી ચેપ મુક્ત થયો હોય એ વ્યક્તિ થોડા દિવસો બાદ પોતાના શરીરના લોહીમાં રહેલું પ્લાઝ્મા ડોનેટ કરીને અન્ય 3 ચેપગ્રસ્તોને કોરોના સામે લડવા સક્ષમ બનાવી શકે છે એવું હાલ તો WHO સહિતની સંસ્થાઓએ સ્વીકાર્યું છે. કોરોના મુક્ત થયેલા દર્દીમાં કોરોના સામે લડવાની ઇમ્યુનિટી સિસ્ટમ વિકસીત હોવાથી જ એ દર્દી કોરોના મુક્ત બન્યો હોય છે. આ ઇમ્યુનિટી પાવર દર્દીના લોહીમાં રહેલા પ્લાઝ્મા નામના પ્રવાહીમાં હોય છે. આથી જો આવા ચેપ મુક્ત થયેલા દર્દીનું પ્લાઝ્મા ( લોહી નહીં) અન્ય કોરોના સંક્રમિતને ચડાવવામાં આવે તો તેમના શરીરમાં પણ કોરોના સામે લડવાની ઇમ્યુનિટી બુસ્ટ થાય અને જેના કારણે એ દર્દી પણ ઝડપથી સાજો થઈ જાય. આ રીતે જોતા કોરોના મુક્ત થયેલા દર્દી જો પ્લાઝ્મા ડોનેટ કરતા થાય તો અન્ય દર્દીઓ પણ ઝડપથી સ્વસ્થ થતા હોય છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય અને મોરબી જિલ્લા ભાજપ યુવાના કન્વીનર નાગજીભાઈ વિરજીભાઈ વાંસજાળીયાએ તાજેતરમાં જામનગર સ્થિત ગુરુ ગોવિંદસિંહજી હોસ્પિટલમાં પ્લાઝ્મા ડોનેટ કર્યું હતું. આ રીતે તેઓ હાલ સંક્રમિત અન્ય દર્દીઓ માટે મદદરૂપ બન્યા હતા. ઉલ્લેખનીય છે કે પ્લાઝ્મા ડોનેટ કરવું ખૂબ સરળ છે. એ બ્લડ ડોનેટ કરવા જેટલી જ સરળ પ્રક્રિયા છે અને પ્લાઝ્મા ડોનેટ કર્યા બાદ દાતાના શરીરમાંથી ઇમ્યુનિટી બિલકુલ ઓછી થઈ જતી નથી. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate