મોરબી : મોરબીના શનાળા ગામે આવેલ સરસ્વતી શિશુ મંદિર વિદ્યાલયમાં ગઈકાલે તા. 14ને સોમવારનાં રોજ સવારે 7:30 વાગ્યે વિજયભાઈ વ્યાસ તેમના પુત્રનાં જન્મદિવસ નિમિત્તે ભારતીય પરંપરા મુજબ યજ્ઞ કર્યો હતો. જેઓ પોતાના બાળક ઉપરાંત અન્ય વિકલાંગ બાળકો માટે પણ કાર્ય કરી રહ્યા છે. તેમના પુત્ર પણ એક વિકલાંગ બાળક છે. પરંતુ વિજયભાઈ એ પોતાના પુત્રનો ઉછેર એવી રીતે કર્યો છે કે તેને એક વિશિષ્ટ બાળકની હરોળમાં સમાવી શકાય. વિદ્યાલયના વ્યવસ્થાપક જયંતિભાઈ રાજકોટીયા તેમજ પ્રધાનાચાર્યો-આચાર્યોની હાજરીમાં નિયામક સુનિલભાઈ પરમારે શાળા પરિવાર વતી તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. સામાન્ય રીતે આજે વિસ્તરતા જતાં સમાજના દ્રષ્ટિકોણ મુજબ લોકો વિકલાંગ બાળકને સમાજમાં કોઈ મહત્વ આપતા નથી. પરંતુ જયનાં પિતા વિજયભાઈ વ્યાસે પોતાનું જીવન તેના પુત્રને સમર્પિત કરીને જીવી રહ્યા છે. અત્યારે જય 3 કિમી સામાન્ય માણસની જેમ ચાલી શકે છે, અમુક અંતર સુધી દોડી શકે છે તેમજ તેમની આપેલ ટ્રેનિંગ મુજબ સાઈકલિંગ પણ કરી શકે છે. આ જયએ રાજ્ય કક્ષાએ દોડમાં દ્રિતિય સ્થાન પણ પ્રાપ્ત કરેલ છે. તેમજ તેઓ આગળ પણ મોડલિંગ ક્ષેત્રે પ્રયત્ન કરી રહ્યા છે. વિજયભાઈ જેવા પિતા હશે તો સમાજનું કોઈ પણ બાળક વિકલાંગ હોવા છતાં વિશિષ્ટ બાળક બનીને કોઈ પણ ક્ષેત્રે આગળ વધી શકશે. વિજયભાઈએ તેમના પુત્રને લઈને સમાજમાં ખૂબ ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે અને સમાજને નવી રાહ બતાવી છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate