મોરબી : મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક થયેલ અકસ્માતમાં બસ અને સ્કૂટર વચ્ચે થયેલ અકસ્માતમાં સ્કૂટરચાલક મહિલાનું મોત થયું હતું. આ બનાવમાં પોલીસે બસચાલક સામે ગુનો નોંધ્યો છે. ગઈકાલે તા. 14ના રોજ મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસેથી લલનસીંગ પોતાનુ ગેસ્ટો સ્કુટર નં જી.જે.-36-ડી-7931 લઇને જતા હતા. ત્યારે સરકારી એસ.ટી. બસ નં. જી.જે.-18-ઝેડ-6630ના ચાલકે પોતાની એસ.ટી. બસ બેદરકારીપૂર્વક ચલાવી ટુ-વહીલરને હડફેટે લીધું હતું. આથી, લલનસીંગની પત્નીના માથાના ભાગે એસ.ટી. બસના પાછળના ટાયરનો જોટો ફરી વળતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. અને તેનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે લલનસીંગ શિવપુજનસીંગ યાદવ (ઉ.વ. 46, ધંધો. સિરામીકમાં મશીન રીપેરીંગ કામ, રહે.મોરબી-2, સામાકાંઠા સુર્યકિર્તીનગર-2, શેરી નં.-2, મુળ રહે. ગામ લોહવાર, તા. જમાનીયા, જી. ગાજીપુર (યુ.પી.))એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બસચાલક સામે ફરિયાદ નોંધાવી છે. હાલમાં પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate