વિડિઓ વાયરલ થયા બાદ જિલ્લા શિક્ષણાધિકારીએ નોટિસ આપી વાંકાનેર : વાંકાનેરના જુના કણકોટ ગામની સરકારી પ્રાથમિક સ્કૂલમાં કોરોના કાળ વચ્ચે બાળકોને શાળાએ બોલાવવાનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં શિક્ષકો શાળા બંધ હોવા છતાં બાળકોને ભણવા માટે સ્કૂલે બોલાવીને સાફ સફાઈ સહિતની કામગીરી કરાંવી હતી. જે મામલે જિલ્લા શિક્ષણાધિકારીએ કારણ બતાવો નોટિસ પાઠવી શાળાના શિક્ષક પાસે જવાબ માંગ્યો છે. વાંકાનેરના જુના કણકોટ ગામની સરકારી પ્રાથમિક સ્કૂલ કોરોના મહામારી વચ્ચે ચાલુ થઈ ગઈ હોવાનો એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો ઉતારનાર એક ભાઈ શિક્ષકને પૂછી રહ્યા છે કે ,હાલ કોરોનાની મહામારી છે અને શાળાઓ બંધ છે છતાં આ સ્કૂલને ચાલુ કરવાની કોણે પરવાનગી આપી અને કોના કહેવાથી આટલી ગંભીર મહામારી વચ્ચે બાળકોને શાળાએ ભણવા માટે બોલાવ્યા તે સહિતના અનેક પ્રશ્નોની તડાપીટ બોલાવી હતી આથી પણ જવાબદાર શિક્ષક આ પ્રશ્નોના જવાબ આપવામાં ગૂંચવાઈ ગયા હતા. આ અંગેનો વીડિયો વાયરલ થતા મોરબી જિલ્લા શિક્ષણાધિકારીએ જવાબદારોને નોટિસ ફટકારી હતી અને વીડિયોની સમગ્ર ઘટના અંગે યોગ્ય તપાસ કરી જરૂર પડ્યે વધુ કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate