વાંકાનેર : વાંકાનેર શહેરના ચુવાળીયા ઠાકોર સમાજના પ્રમુખ તરીકે ઠાકોર સમાજના અગ્રણી જયંતીભાઈ મદ્રેસાણીયાની વરણી કરવામાં આવી છે. તેઓ સતત દસ વર્ષથી ચુવાળીયા ઠાકોર સમાજના ઉપપ્રમુખ તરીકે રહી ચૂક્યા છે. ઉપરાંત, શ્રી વેલનાથ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ છે અને ટ્રસ્ટના માધ્યમથી સમાજના વિદ્યાર્થીઓને સારૂ એજ્યુકેશન મળી રહે તેમજ બહારગામથી આવતા વિદ્યાર્થીઓને રાજકોટ રોડ પર આવેલ વેલનાથ બાપુના મંદિર ખાતે રહેવા તથા જમવાની સુવિધા પૂરી પાડી સેવામાં તેઓ સતત કાર્યશીલ રહે છે. સાથે તેઓ છેલ્લા છ વર્ષથી ઠાકોર સમાજની માતા-પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલ યુવક યુવતીઓના સમૂહ લગ્નનું પણ આયોજન કરી રહ્યા છે. ત્યારે તા. ૧૩ સપ્ટેમ્બર રવિવારના રોજ શહેરના નવાપરા ખાતે ઠાકોર સમાજના આગેવાનોની તથા કારોબારી સભ્યોની પ્રમુખ પદની ચૂંટણી માટે બેઠક મળી હતી. જેમાં ૨૩માંથી ૧૩ મત જયંતિભાઈને મળતા તેઓની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate