મોરબી : આશરે એકાદ માસ પહેલા હળવદથી ગુમ થયેલી 19 વર્ષીય યુવતીને મોરબી પોલીસે રાજકોટ શહેરમાંથી શોધી કાઢી હળવદ પોલીસ મારફત યુવતીને તેના પરિવારને સોંપી આપી હતી. ગત તારીખ 6 ઓગષ્ટના રોજ હળવદ ખાતેથી 19 વર્ષીય યુવતી ગુમ થઈ હોવાની ફરિયાદ યુવતીના પરિવારજનોએ હળવદ પોલીસ સ્ટે.માં લખાવી હતી. ત્યાર બાદ પોલીસ અધિક્ષક એસ.આર. આદેડરાની સૂચના તથા નાયબ પોલીસ અધિક્ષક રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ ગુમ થયેલ વ્યક્તિઓ વિશે ભાળ મેળવવા સૂચના અપાઈ હોય મોરબી વિભાગના પો.હેડ.કોન્સ. હરેશભાઇ આગલ, પો.કોન્સ. વિક્રમભાઈ કુંગસીયા, રમેશભાઈ મિયાત્રા, સિદ્ધરાજસિંહ ઝાલા, રણજીતદાન ગઢવી, કેતનભાઈ અજાણા સહિતની ટીમને બાતમી મળી હતી કે ઉક્ત બનાવમાં ગુમ થયેલી યુવતી રાજકોટ શહેરના નાણાવટી ચોક વિસ્તારમાં છે. આથી ટીમે મળેલી હકીકત વાળા સ્થળે તપાસ કરતા ગુમ થયેલી યુવતી મળી આવતા પ્રથમ હળવદ પોલીસ સ્ટે. અને બાદમાં યુવતીને તેના પરિવારજનોને હેમખેમ સોંપી આપી હતી. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate