વાંકાનેર : વાંકાનેરમેં બે અલગ અલગ સ્થળે પોલીસે દોરડો પાડીને બે શખ્સોને ઈંગ્લિશ દારૂની બોટલો સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. વાંકાનેર સીટી પોલીસે ગઈકાલે તા.૧૨ ના રોજ બાતમીના આધારે વાંકાનેર નજીક આવેલ ધમલપર ચોકડી થાનગઢ રોડ પર પસાર થયેલી ઇકો કાર રજી. નં.GJ-13-AM—9913 ની તલાશી લેતા આ કારમાથી પરપ્રાંતીય બનાવાટનો ભારતીય અંગ્રેજી દારૂ એપીસોડ ગોલ્ડ વ્હીસ્કીની કાચની ૭૫૦ એમ.એલ.ની કંપની સીલ પેંક બોટલ નંગ-૧૨ કિં.રૂ.૩૬૦૦ વેચાણ કરવાના ઇરાદે મળી આવતા કુલ રૂ.કુલ રૂ.૪,૭૪,૧૦૦ ના મુદામાલ સાથે આરોપી કીરણ ઉર્ફે કીરીટ ભાવેશભાઇ પનાળીયા (ઉ.વ.૨૨ ધંધો.મજુરી રહે.ધમલપર-૨, રામજીમંદીર આગળ, તા.વાંકાનેર) ને ઝડપી લીધો હતો.જ્યારે બીજા બનાવમાં વાંકાનેર સીટી પોલીસે ગઈકાલે તા.૧૨ ના રોજ વાંકાનેર ધમલપર-૨ માં આવેલ રહેણાંક મકાનમાં દરોડો પાડી ઇંગ્લીશ દારૂની એપીસોડ ગોલ્ડ વ્હીસ્કીની કાચની ૭૫૦ એમ.એલ.ની કંપની સીલ પેંક બોટલ નંગ-૧૨ કિં.રૂ.૩૬૦૦ તથા મોબાઇલ ફોન એક કિ.રૂ.૬,૫૦૦ મળી કુલ મુદામાલ રૂ.,૧૦,૧૦૦ સાથે આરોપી સુરેશભાઇ ઉર્ફે કાનો સન/ઓફ અશોકભાઇ ડાભી ( ઉ.વ.૨૧ ધંધો.મજુરી રહે.ધમલપર-૨, રામજીમંદીર આગળ, તા.વાંકાનેર) ને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.