મોરબી : હાલ કોરોના મહામારી ખૂબ ઝડપથી વધી રહી છે. મોરબી જિલ્લામાં દૈનિક 25થી વધુ કેસ આવી રહ્યા છે.આવા સમયે લોકો સોશ્યલ ડીસ્ટન્સ જાળવે અને માસ્ક પેહેરે તે અનિવાર્ય છે તો પેસેન્જર વાહનોએ બેઠક ક્ષમતા કરતા 50 ટકા મુસાફરો. ભરવા અંગે જાહેરનામું હોવા છતાં કેટલાક રીક્ષા ચાલકો તેનો ભંગ કરી વધુ મસાફરો ભરી સોશ્યલ ડિસ્ટન્સ ન જાળવતા હોવાનું સામે આવ્યું છે ત્યારે પોલિસે પણ આવા વાહન ચાલકો વિરુદ્ધ તવાઈ બોલાવી હતી. શનિવારે મોરબી શહેરના માળીયા ફાટક,મોરબી જેતપર રોડ, વાંકાનેરના જોધપર, ઢુંવા ચોકડી,ટંકારા નગરનાકા,હળવદના ત્રણ રસ્તા વિસ્તાર સહિતના વિસ્તારોમાં વધુ સંખ્યામાં મુસાફરી કરાવતા રીક્ષા ચાલકોને દંડ ફટકાર્યો હતો તેમજ 7 રીક્ષા ચાલકો વિરૃદ્ધ આઇપીસી 188 મુજબ ગુન્હો નોધવાની તજવીજ હાથ ધરી હતી.