મોરબી : નાયબ પોલીસ અધિક્ષક, મોરબી વિભાગની ટીમ દ્વારા હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી તા. 23 મેના રોજ ગુમ થનાર કોમલબેન મનજીભાઇ ઝીંઝુવાડીયા (ઉ.વ. 19)ને શોધી કાઢવામાં આવ્યા છે. આ બનાવમાં મોરબી DySP કચેરીના સ્ટાફે તપાસ કરતા હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ કેસ મુજબ તા. 23 મેના રોજ ગુમ થનાર કોમલબેન મનજીભાઇ ઝીંઝુવાડીયા (ઉ.વ. 19, રહે. ધુળકોટ, તા. હળવદ) ગાંધીધામ ખાતે સુંદરપુરી વિસ્તારમાં હોવાની જાણ થઇ હતી. તે જગ્યાએ આજે તા. 12ના રોજ પોલીસે તપાસ કરતા કોમલબેન મળી આવેલ છે. જેથી, તેઓને હળવદ પોલીસ સ્ટેશનમાં સોંપી તેમના પરીવારને સોંપવાની તજવીજ કરવામાં આવેલ છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate