માળીયા (મી.): મામલતદાર કચેરી માળીયા.મી.માં આવેલ સબ રજીસ્ટાર કચેરીમાં ચાલતું ઇ-સ્ટેમ્પિંગ સેન્ટર પાછલા બે વર્ષથી એટલેકે 2018માં એકાએક બંધ કરી દેવામાં આવ્યું હતું. જેને કારણે માળીયા તાલુકાના 52 ગામના લોકોને ઈ-સ્ટેમ્પ પેપર મેળવવા માટે મોરબી કે હળવદ સુધી ધક્કા ખાવા પડતા હતા. જે બાબતે રેવન્યુ બાર એસોસિયેશન, મોરબી તથા માળીયા.મી. તાલુકા સરપંચ એસોસિયેશનને સરકારમાં રજૂઆત કરી હતી. જેના ફળસ્વરૂપ ઇ-સ્ટેમ્પિંગ સુવિધા સબ રજીસ્ટ્રાર કચેરી, માળીયા મી.માં ટૂંક સમયમાં ફરી શરૂ થવા માટેના ચક્રો ગતિમાન થયેલ હોવાના અહેવાલો આધારભૂત સૂત્રો પાસેથી મળી રહ્યા છે. માળીયા મી.માં ઈ-સ્ટેમ્પીંગ સેન્ટર ફરી ચાલુ થવાથી માળીયા તથા આસપાસના ગામના લોકો તેમજ વકીલો અને રેવન્યુ પ્રેક્ટિસનરો ને ઈ-સ્ટેમ્પ પેપર મેળવવાની હાડમારીમાંથી મુક્તિ મળશે અને સમય અને નાણાંનો વ્યય અટકશે. રેવન્યુ બાર એસોસિએશન મોરબીના હોદ્દેદારો સંજયભાઈ રાજપરા (પ્રમુખ) અતુલભાઇ કલોલા, સૌરભભાઈ શાહ,(ઉપપ્રમુખ) નીતિનભાઈ નાયકપરા (સેક્રેટરી) અશ્વિનભાઈ બડમલીયા (જોઈન્ટ સેક્રેટરી), હેમાંશુભાઈ પોપટ (ટ્રેઝરર), સાગર ફેફર, જયેશ જોગર, મિહિર કુંભરવાડીયા, ગીરીશ અંબાણી, ધર્મેન્દ્ર શેરસીયા (કારોબારી સભ્યો) તેમજ અન્ય વકીલો અને રેવન્યુ પ્રેક્ટિસનરો તથા માળીયા.મી.ના સરપંચ એસોસિયેશનની યાદીમાં ઉપરોક્ત માહિતી આપવામાં આવી છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate