સીરામીકમાંથી વેપારીઓને ટાઇલ્સ મોકલવાનું કામ અને રોકાણકારોનું ટર્નઓવર ખોરવાયું ટ્રાન્સપોર્ટ એસો. જ વેપારીઓ સાથે નક્કી કરીને માલ ડેમેજના ભાડા કપાત ન કરવાની શરતે જ ટ્રકમાં માલ ભરે તો આ સમસ્યાનું નિરાકરણ આવશે : સીરામીક એસો.ના પ્રમુખ નિલેશ જેતપરિયા મોરબી : મોરબીમાં ટ્રક ટ્રાન્સપોર્ટ એસો.એ ગઈકાલે માલના ડેમેજને ટ્રક ભાડામાંથી કપાત કરવા મુદ્દે ટ્રક હળતલ પાડી હતી. આજે બીજા દિવસે પણ ટ્રક હડતાળ યથાવત રહી હતી. ટ્રક હડતાલથી મોરબી, વાંકાનેર અને બહારથી આવતા આશરે અઢી હજારથી વધુ ટ્રકોના પૈડાં થભી ગયા છે. ટ્રક હડતાળને પગલે મોરબી સીરામીક ઉધોગનું માલ પરિવહન ઠપ્પ થઈ ગયું છે. સીરામીકમાંથી વેપારીઓને માલ મોકલવાનું બંધ થતાં સીરામીક ગોડાઉનમાં માલનો ભરાવો થવા લાગ્યો છે. રોકાણકારોના ટર્ન ઓવર પણ ખોરવાઈ ગયા છે. આ ટ્રક હડતાળ લાંબી ચાલશે તો સીરામીક ઉદ્યોગ ભીંસમાં મુકાઈ જશે. મોરબી સીરામીક એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ ટ્રક હડતાળ અંગે જણાવ્યું હતું કે માલના ડેમેજને ટ્રક ભાડામાંથી વસુલ કરવાના નિર્ણયમાં સીરામીક એસો.નો કોઈ રોલ જ નથી. આ બાબત ટ્રાન્સપોર્ટેશન અને વેપારીઓ વચ્ચેની છે.રોડ ખરાબ હોવાથી સીરામીકની માલ પરિવહન કરતા ટ્રકોમાં માલને જે નુકશાની થાય છે, તે નુકશાનીનું વળતર ટ્રક ભાડામાંથી જે તે વેપારીઓ ટ્રક માલિકો પાસેથી વસુલ કરે છે. વેપારીઓ માલ લેવા માટે ટ્રાન્સપોટરો સાથે ભાવતાલ કરીને ટ્રકોને સીરામીક ફેક્ટરીઓમાં મોકલે છે.સીરામીક ઉધોગકારોને તો ફક્ત એ માલ ઓર્ડર મુજબ ટ્રકમાં ભરી દેવાનો હોય છે. માલની નુકશાનીને ટ્રક ભાડામાંથી કપાત કરવામાં સીરામીક ઉધોગકારોનો કોઈ રોલ નથી. ટ્રક હડતાળ બીજા દિવસે યથાવત રહેતા સીરામીક ઉધોગનું માલ પરિવહન બંધ થઈ ગયું છે. વેપારીઓને માલની ડિલિવરી થઈ શકતી નથી. રોકાણકારોના ટર્ન ઓવર પણ ખોરાવાયા છે. જો કે સીરામીક ગોડાઉનમાં સ્ટોક ખાલી છે. એટલે માલનો ભરાવો થવામાં હાલ મુશ્કેલી ઓછી છે. પણ ટ્રક હડતાળ લંબાશે તો ગોડાઉન ભરાઈ જશે અને ઉધોગકારો મુશ્કેલીમાં મુકાય જશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ પ્રશ્નનું એક સોલ્યુશન છે કે ટ્રાન્સપોટરો જે તે વેપારી સાથે સ્પષ્ટતા કરી દે કે ખરાબ રોડથી માલને નુકશાન થાય તો ટ્રક ભાડામાંથી કપાત ન કરવાની શરતે વેપારીઓનો માલ ભરશે અને પાર્ટી માલના ડેમેજની વીમા પોલિસી કરાવી લે તો કોઈ ટ્રક ભાડા કપાતનો કોઈ પ્રશ્ન જ નહીં રહે. એમ છતાં વેપારીઓ મનમાની ચલાવે તો ટ્રાન્સપોટરો એમને બ્લેક લિસ્ટમાં મૂકી એમના માલ લેવા જવાનું બંધ કરી શકે છે. નિલેશભાઈએ ઉમેર્યું હતું કે હાલ ટ્રક ટ્રાન્સપોર્ટ એસો. સાથે વાતચીત કરી આ હડતાળનું સુખદ સમાધાન થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate