એક મહિલા સહીત ચાર સામે ગુનો નોંધાયો મોરબી : મોરબી-વાંકાનેર હાઇવે પર કેફી પ્રવાહીની 84 નંગ કોથળીઓ ભરેલ કાર ઝડપાઇ છે. આ બનાવમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 4 શખ્સો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. ગઈકાલે તા. 10ના રોજ મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે પર નિર્મળ જયોતિ પંપની આગળ સર્વીસ રોડથી મોરબી તરફના રસ્તેથી સ્વીફટ ડીઝાયર ગાડી નંબર GJ-01-HS-5112 માં પ્લા.ના બાચકાઓમાં ગે.કા.પાસ પરમીટ કે આધાર વગર કેફી પ્રવાહી ભરેલ પ્લાસ્ટીકની કોથળીઓમાં આશરે પાંચ લીટરની ક્ષમતાવાળી કોથળીઓ નંગ 84, જે કુલ લીટર 420, કિંમત રૂ. 8,400નો મુદામાલ રાખેલો ઝડપાયો છે. આ બનાવમાં ફરીદા જંયતિભાઇ ચૌહાણ (રહે. ચીરોડા, તા. ચોટીલા, જી. સુરેન્દ્રનગર)એ સુલતાન હાસમભાઇ મેણુ (ઉ.વ. 21, ધંધો-મજુરી, રહે. વાંકાનેર)ને આપ્યો હતો. તેમજ આરોપી સુલતાન અન્ય આરોપી શાહરૂખ ફીરોઝભાઇ પઠાણ (રહે. મોરબી, વીશીપરા) તથા મનસુખ ઉર્ફે મચો રમેશભાઇ વરાણીયા (રહે. ત્રાજપર)ને મુદામાલ વેચાણ કરવાના ઇરાદે જઈ રહ્યો હતો. આથી, પોલીસે સુલતાનની અટકાયત કરી છે. તેમજ અન્ય 3 આરોપીઓ રેઇડ દરમિયાન હાજર નહિ હોવાથી તેના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate