માળીયા (મી) : ખાખરેચી ગામમાં વાડીમાં રહી મજૂરી કામ કરતા પરપ્રાંતીય પરિણીતાએ વાડીમાં ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. બનાવ અંગે તાલુકા પોલીસે નોંધ કરી આપઘાત અંગેના કારણ જાણવા તજવીજ હાથ ધરી હતી. બનાવની મળતી માહિતી મુજબ માળીયા તાલુકાના ખાખરેચી ગામમાં સમીર ભાઈ અબ્બાસભાઈ ઘાંચી નામના ખેડૂતની વાડીએ મજૂરી કામ કરતી પરપ્રાંતીય મહિલા નમલીબેન નેવસિંગ નાયકા નામની 20 વર્ષીય પરિણીતાએ કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લેતા બેભાન હાલતમાં પ્રથમ જેટપર. સીએચસી હોસ્પિટલમાં દાખલ કરી હતી જોકે પરિણીતાની તબિયત વધુ લથડતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં તાલુકા પોલીસ દ્વારા એડી નોંધ કરી મહિલાના આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી. આ અંગે વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ જે.પી.વસિયાણી ચલાવી રહ્યા છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate