હળવદ : હળવદ તાલુકાના ચુંપણી ગામમાં એક હજાર લીટર દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો ઝડપાયો છે. આ બનાવમાં એક શખ્સ સામે હળવદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. ગઈકાલે તા. 9ના રોજ ચુંપણી ગામમાં પાવર હાઉસની બાજુમાં દેવીપુજકવાસમાં રહેતા બાબુભાઇ કેશુભાઇ વાજેલીયા (ઉ.વ. 35, ધંધો મજુરી)એ પોતાના વાડામાંથી ગે.કા. પાસ પરમીટ વગર દેશી પીવાનો દારૂનો ઠંડો આથો લીટર 1000, કુલ કિ.રૂ. 2000નો મુદામાલ રાખેલ હતો. પોલીસે મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate