મોરબી : ઇન્ટર નેશનલ હ્યૂમન રાઇટ એસોશીએશનના જનરલ સેક્રેટરી કાંતિલાલ ડી. બાવરવા દ્વારા મોરબી નગરપાલિકાની ચૂંટણી માટે મોરબી શહેરના વોર્ડનું સીમાંકન તથા અનામત બેઠકો ફાળવણીમાં જરૂરી સુધારા કરવા બાબત ગાંધીનગર ખાતે ચૂંટણી આયોગના સચિવને લેખિત રજુઆત કરવામાં આવી છે. આ લેખિત રજુઆતમાં જણાવાયું છે કે સરકાર દ્વારા મોરબી નગરપાલિકાની ચુટણી માટે શહેરના વોર્ડનું સીમાંકન તથા અનામત બેઠકોની ફાળવણી જાહેર કરવામાં આવેલ છે. સરકાર દ્વારા જે પ્રાથમિક આદેશ બહાર પાડવામાં આવેલ છે. તે ખુબ જ અટપટો તેમજ વિસ્તારની દ્રષ્ટિ એ બિન વ્યવહારુ છે. તેમજ અહેવાલ જોતાં ઘણા વિસ્તારો જે-તે વોર્ડમાં સમાવવામાં આવેલ છે. તે બરાબર નથી. ઘણા વિસ્તારોનો કયાય ઉલ્લેખ નથી. આથી, રજુઆતમાં માગણી કરી છે કે વોર્ડ ન. ૩, વોર્ડ ન. ૮, વોર્ડ ન. ૯ અને વોર્ડ ન. ૧૧માં ફેર-વિચારણા કરવામાં આવે અને આ માટેની મિટિંગ જ્યારે પણ બોલાવવામાં આવે ત્યારે કાંતિલાલ બાવરવાને બોલાવવામાં આવે. જેથી, આ બાબતે વિગતવાર રજૂઆતો કરી શકાય. તો આ બાબતે અધિકારીને સૂચનાઓ આપીને યોગ્ય કરવા વિનંતી કરવામાં આવેલ છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate