મોરબી : મોરબીના લાતીપ્લોટમાં વ્હીસ્કીની બે બોટલો સાથે એક શખ્સ પકડાયો છે. મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ગઈકાલે તા. 8ના રોજ મોરબીના લાતી પ્લોટ-7ના ખુણે મુનનગર પાસેથી મુસ્તાકભાઇ યુસુફભાઇ કાચવાલા (ઉ.વ. 55, ધંધો-વેપાર, રહે.નાની બજાર, ખત્રીવાડ, મોરબી)ને ગે.કા. રીતે પાસ પરમીટ કે આધાર વગર પોતાના કબ્જામાં ભારતીય બનાવટની વીદેશી દારૂની રોયલ ચેલેંજ વ્હીસ્કી બોટલ નંગ 2 કિ.રૂ. 600 નો મુદામાલ સાથે મળી આવ્યો હતો. પોલીસે આરોપીની અટકાયત કરી છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate