મોરબી : મોરબીના જેપુર ગામની જાનવીબેન અનિલભાઈ ખત્રાને વર્ષ ૨૦૧૯-૨૦માં ઉત્કૃષ્ટ અને વિશેષ પ્રાયસોથી ધો.૭માં મુખ્ય વિષયોમાં સંત્રાત પરીક્ષામાં ૮૦% કરતા વધુ ગુણ પ્રાપ્ત કરવા બદલ ગુજરાતના પ્રતિભાશાળી વિધાર્થીની તરીકે સન્માન પ્રાપ્ત કરેલ હતું. ડો. વિનોદ રાવ સચિવ (પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ) ગુજરાત રાજ્ય ગાંધીનગરના હસ્તાક્ષર સાથે પ્રતિભાશાળી વિધાર્થીનું સન્માન પત્ર જેપુરના આચાર્ય ખાંભલાના હસ્તે અર્પણ કરાયું હતું. સાથે આચાર્ય તથા શિક્ષકો, પરિવારજનોએ ખુબ ખુબ અંભિનંદન પાઠવ્યા હતા. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate