મોરબી : શ્રાવણ માસ પૂરો થઈ ગયો હોવા છતાં કેટલાક પતાપેમીઓના મનમાંથી જુગાર રમવાની લત છૂટતી જ નથી. આથી, પોલીસે આવા જુગારીઓ સામે કડક કાર્યવાહી ચાલુ રાખી છે. જેમાં ગઈકાલે મોરબીમાં પોલીસે જુગાર રમતા 5 શખ્સોને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. એ ડિવિઝન પોલીસે ગઈકાલે બાતમીના આધારે વાધપરા શેરીનં.૧૪ માં જુગાર રમતા કીર્તીભાઇ છબીલદાસ કોટેચા, ઇકબાલભાઇ આદમભાઇ ચાનયા, વજુભા લાખુભા ફુનડા ગઢવી, સીદીકભાઇ ઇસ્માઇલભાઇ ચાનીયા, અલ્તાફભાઇ હાજીભાઇ ખુરેશીને રોકડા રૂ. ૬૯૦૦ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate