વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ વોકળામાં ડુબી જતા એક યુવકનું મૃત્યુ થયું છે. વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં આ બનાવની નોંધ કરવામાં આવી છે. ગઈકાલે તા. 7ના રોજ વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ કમાન્ડર સીરામીક પાછળ પાણીના વોકળામાં અવધેસકુમાર શ્રીરામવીલાસ શાહની (ઉ.વ. 19, રહે. હાલ એડોરેશન સીરામીક) પાણીના વોંકળામાં ડુબી ગયા હતા. આથી, તેમનું મૃત્યુ નીપજ્યું છે. આ બનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate